જાણો, પ્રતાપનાં પરિવાર વિશે…

રાજસ્થાનની ધરતી રાજપૂત યોદ્ધાઓની કથાઓથી ભરપૂર છે. અહીં જન્મેલા એવા જ એક યોદ્ધા હતા મહારાણા પ્રતાપ. તેમની બહાદુરીનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, તેમના દુશ્મનો તેમના યુદ્ધની કળાનાં ચાહક હતા. જેટલા મોટા મહારાણા પ્રતાપનાં કિસ્સા હતા એટલો જ મોટો તેમનો પરિવાર પણ હતો.

જાણો, પ્રતાપનાં પરિવાર વિશે

પિતાઃ મહારાણા ઉદયસિંહ, માતાઃ જયવંતાબાઈ સોનગરા.

ભાઈઃ શક્તિસિંહ, ખાન સિંહ, વિરમદેવ, જેત સિંહ, રાય સિંહ, જહમલ, સગર, અગર, સિંહા, પચ્છન, નારાયણદાસ, સુલતાન, ભૂણકરણ, મહેશદાસ, ચંદા, સરદૂલ, રુદ્ર સિંહ, ભવ સિંહ, નેતસી, સિંહ, બેરિસાલ, માનસિંહ, સાહેબ ખાન.

પત્નીઓઃ અજબ દપંવાર, અમોકલ દે ચૌહાણ, ચંપા કંવર ઝાલા, ફૂલ કંવર રાઠોડ પ્રથમ, રત્નકંવર પંવાર, ફૂલ કંવર રાઠોડ દ્વિતીય, જસોદા ચૌહાણ, રત્નકંવર રાઠોડ, ભગવત કંવર રાઠોડ, પ્યાર કંવર સોલંકી, શાહમેતા હાડી, માધો કંવર રાઠોડ, આશ કંવર ખીંચણ, રણકંવર રાઠોડ.

પુત્રોઃ અમરસિંહ, ભગવાનદાસ, સહસમલ, ગોપાલ, કાચરા, સાંવલદાસ, દુર્જનસિંહ, કલ્યાણદાસ, ચંદા, શેખા, પૂર્ણમલ, હાથી, રામસિંહ, જસવંતસિંહ, માના, નાથા, રાયભાન.

પુત્રીઓઃ રખમાવતી, રામકંવર, કુસુમાવતી, દુર્ગાવતી, સુક કંવર.

જ્યારે જ્યારે મેવાડ પર મોતનો ખતરો મંડરાયો, પરિવારે જીવ જોખમમાં મૂકી મેવાડની રક્ષા કરી

ખાનવામાં બાબર સાથે યુદ્ધમાં રાણા સાંગાનાં એક સેનાપતિ હતા અજ્જાજી. તેઓ 16 માર્ચ, 1527નાં રોજ આ જ રણભૂમિમાં સાંગાને બચાવતા શહીદ થયા. તેઓએ ઉત્તરી ભારતની સંયુક્ત સેનાનાં સેનાપતિ હતા. બહાદુર શાહ ગુજરાતીએ 1535માં ચિત્તોડ પર હુમલો કર્યો તો અજ્જાજીનાં પુત્ર સિંહાજીએ 1535માં શરણાગતિ કરી. અકબરની સેનાએ 1568માં આક્રમણ કર્યું તો અજ્જાજીનાં પૌત્ર સુરતાણસિંહ ખૂબ લડ્યા અને શહીદ થયા. જેમ-જેમ મહારાણા પરિવારનું નેતૃત્વ બદલાતું ગયું, આ પરિવારનાં બલિદાની પણ તૈયાર થતા રહ્યા. મહારાણા પ્રતાપ હલ્દીઘાટીનાં યુદ્ધમાં ઉતર્યા તો ઝાલા માન એક શૂરવીર સેનાપતિ તરીકે હતા.

કહેવાય છે કે, વિશ્વમાં ઝાલાને છોડી એવું કોઈ રાજવંશ નથી, જેણે તેમના નરેશની રક્ષા માટે ઢાલની જેમ યોગદાન આપ્યું હોય. મેવાડનાં શાસકો પર જ્યારે જ્યારે મોતનો ખંડરો મંડરાતો દેખાયો, તેનો સામનો કરીને પોતાની માટીમાં મેળવી દેવાનો જે વંશે સતત ચાર પેઢી સુધી ઈતિહાસ રચ્યો, તે ઝાલા રાજવંશ જ છે. હકીકતમાં મેવાડનો ઈતિહાસ પ્રતાપની સેનાનાં બહાદુર સરદાર ઝાલા માનસિંહ કાં તો મન્નાજીનાં બલિદાનથી મહેકે છે. કહેવાય છે, ઝાલા માન દેખાવમાં પ્રતાપ જેવા હતા. એ ઝાલા માન જ હતા, જેઓએ હલ્દીઘાટી યુદ્ધમાં પ્રતાપની સેનાનાં પગ ઉખેડતા સમયે મુઘલ સૈનિકોની ઈજાગ્રસ્ત પ્રતાપ પર આક્રમણની ઉત્સુકતાનાં અણસાર આવ્યા હતા. ઝાલાએ પ્રતાપને બચાવવા માટે રાજ્ય છત્ર, ચંવર જેવું ઉતારીને પોતે ધારણ કરી લીધું. રણનીતિ સમજીને પ્રતાપ ચેતક પર સવાર થઈ એકાંત સ્થળે જવા નીકળ્યા. રાજ ચિહ્નોથી ભ્રમિત મુઘલ સેના ઝાલાને પ્રતાપ સમજી તેમના પર હુમલો કર્યો.

પ્રતાપનાં હુમલાખોર રહીમની પત્ની અને પુત્રીઓનું સમ્માન કર્યું

અબ્દુલર રહીમખાન ખાના અકબરનાં નવરત્નોમાં સામેલ હતા. તે સૈનિક ટુકડીની સાથે હુમલાખોર તરીકે શેરપુર પહોંચ્યા તો કુંવર અમરસિંહે તેના પર હુમલો કરી દીધો અને તેને પત્નીઓ અને બહેનો-પુત્રીઓ સહિત કેદ કરી લીધા. અમરસિંહ રહીમને પ્રતાપની સામે લાવવામાં આવ્યા. પ્રતાપે એ જોયું તો તે પુત્ર પર બહુ ગુસ્સે થયા અને કહ્યું, આ કવિને તાત્કાલિક છોડો અને તેમના પરિવારની મહિલાઓને સમ્માન સાથે પરત મોકલો. કારણ એ કે પ્રતાપ પોતે પણ કવિ હતા અને રહીમનું બહુ સમ્માન કરતા હતા.

હલ્દીઘાટી પહેલા પકડી શકતા હતા માન સિંહને પરંતુ છોડી દીધો

આ હલ્દીઘાટી યુદ્ધ પહેલાની વાત છે, જ્યારે માનસિંહે મેવાડ પર આક્રમણ માટે સેના સાથે ડેરો નાખી દીધો હતો. યુદ્ધની પહેલી સાંજે માન સિંહ શિકાર માટે આવ્યા. પ્રતાપને તેની માહિતી મળી તો માન સિંહને હાલ પકડી લઈએ કે પછી આજે તેને પતાવી દઈએ. પ્રતાપે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું- તેનો તો હવે યુદ્ધમાં સામનો કરીશું.

જહાંગીરે રહીમનાં પુત્રનું માથુ કાપી મોકલ્યું

રહીમ જ્યારે વૃદ્ધ થઈ ગયા હતા, તે સમયે અકબરનાં પુત્ર જહાંગીરે એક નાની બાબતે તેનાં પુત્ર દારાબનું માથું કાપીને તેને સંદેશો મોકલ્યો કે, આ તરબૂચ તમારા ચિત્તાકર્ષકપણ માટે છે. 70 વર્ષનાં વૃદ્ધ બાપાએ રૂમાલ ખસેડ્યો તો ત્યા તરબૂચની જગ્યાએ તેના પુત્રનું માથુ જોઈ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. તેને આ ક્રુરતા પર આંસુઓની સાથે પ્રતાપની મહાનતાને યાદ કરી. રહીમને એ વાતાની સજા મળી કે તે પિતા-પુત્ર(અકબર-જહાંગીર) વચ્ચે સંબધ ખરાબ ન થાય તેના પ્રયત્ન કરી રહ્યા હતા.

 

टिप्पणी करे