Salam Pak – સાલમ પાક ?

સામગ્રી*.

🍲🍲

👉1 લિટર દૂધ*.

 

👉15 ગ્રામ સાલમ (પાઉડર)*.

 

👉200 ગ્રામ માવો*.

 

👉200 ગ્રામ ખાંડ*.

 

👉200 ગ્રામ ઘી*.

 

👉દરેક વસ્તુ 25 ગ્રામ – બદામ – પિસ્તાં, ચારોળી, મગજતરી*.

 

🍲🍲વસાણું 🍲🍲

 

– દરેક

👉1 ટેબલસ્પૂન – ધોળાં મરી, પીપર,સૂંઠ, ગંઠોડા,*.

 

👉કાળી મૂસળી, સફેદ મૂસળી, વાંસ કપૂર,

 

👉1 ટીસ્પૂન એલચીનો*.ભૂકો

 

👉1/2 ટીસ્પૂન દરેક – કેસરની ભૂકી, જાવંત્રી, જાયફળ.*.

 

👉સજાવટ માટે – છોલેલી બદામની કતરી, પિસ્તાની કતરી,ચારોળી*.

 

🍲🍲Method – રીત🍲🍲

 

👉એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. તેમાં સાલમનો પાઉડર નાંખવો.

 

👉પેણીમાં થોડું ઘી લઈ, તેમાં બદામ-પિસ્તાં-ચારોળી અને મગજતરીનો પાઉડર નાંખી, શેકાય એટલેઉકળતા દૂધમાં નાંખવો.

 

👉ફરી ઘી મૂકી, બધું વસાણું શેકી ખાંડ દૂધમાં નાંખવું.

 

👉પછીથી દૂધમાં ખાંડ નાંખી, ઓગળે એટલે માવાને શેકી અંદર નાંખવો.

 

👉ઘટ્ટ થાય એટલે એલચી, કેસર, જાવંત્રી અને જાયફળનો ભૂકો નાંખી લોચા જેવું થાય અને ઘી ઉપર દેખાય એટલે ઉતારી, થાળીમાં ઘીલગાડી પાક ઠારી દેવો.

ઠરે એટલે ઘીને ગરમ કરી નાંખવું.

 

👉 બદામની કતરી, પિસ્તાની કતરી અને ચારોળીથી સજાવટ કરવીં.

 

FOOD RECIPE

શાહી ગુંદર હલવાસ વાનગી

શાહી ગુંદર

હલવાસન🍲🍲

સામગ્રી*.🍲🍲

👉200 ગ્રામ ગુંદર (બાવળનો)*.

 

👉50 ગ્રામ કોપરાનું ખમણ*

 

👉.25 ગ્રામ બદામ*.

 

👉25 ગ્રામ પિસ્તાં*.

 

👉25 ગ્રામ ચારોળી*

 

👉.25 ગ્રામ ખસખસ*

 

👉.1 ટીસ્પૂન સૂંઠનો પાઉડર*.

 

👉1 ટીસ્પૂન ગંઠોડાનો પાઉડર*.

 

👉1 ટીસ્પૂન સફેદ મરીનો પાઉડર*.

 

👉1 ટીસ્પૂન એલચીનો ભૂકો*.

 

👉1 ટીસ્પૂન જાયફળનો ભૂકો*.

 

👉2 લિટર દૂધ*.

 

👉400 ગ્રામ ખાંડ*.ઘી –

 

👉 ચાંદીના વરખ

?

🍲🍲  રીત 🍲🍲

 

👉ગુંદરને ઘીમાં સાંતળી ફુલાવવો.

 

👉ઠંડો પડે એઠલે તેનો ભૂકો કરવો.

 

👉બદામ-પિસ્તાં-ચારોળીનો મોટો ભૂકો કરવો.

 

👉એક વાસણમાં દૂધ ગરમ કરવું.

 

👉ઊકળે એટલે તેમાં ગુંદરનો ભૂકો નાખવો અાથી દૂધ ફાટી જશે.

 

👉પછી તેમાં કોપરાનું ખમણ, સૂંઠનો પાઉડર ગંઠોડાનો પાઉડર, મરીનો પાઉડર નાખવો.

👉ઘટ્ટ થવા અાવે એટલે તેમાં ખાંડ નાંખી હલાવ્યા કરવું.

 

👉 લચકા પડતું થાય એટલે બદામ-પિસ્તાં-ચારોળી, ખસખસ, એલચી-જાયફળ અને ઘી નાખવું.

👉 ઠરે તેવું કઠણ થાય

 

(વાસણથી મિક્ષણ જુદું પડે) એટલે ઉતારી લેવું.

 

👉પછી હલવાસન જેવા ગોળ કટકા વાળી ઉપર ચાંદીનો વરખ લગાડવો.

 

👉 થાળીમાં ઠારી ઉપર ચાંદીનો વરખ લગાડી, કટકા પણ કરી શકાય.