વિક્રમ સવંત્સરના નવા વર્ષમાં શનિદેવ કોને કરશે માલામાલ, કોને બેહાલ ?

વિક્રમ સવંત્સરના નવા વર્ષમાં શનિદેવ કોને કરશે માલામાલ, કોને બેહાલ?

8 એપ્રિલ, શુક્રવારથી હિન્દુઓનું નવું સંવત્સર 2073 શરૂ થઈ રહ્યું છે. આ સંવત્સરનું નામ છે સૌમ્ય. આ સંવત્સરના રાજા છે શુક્ર અને મંત્રી છે બુધ. વિક્રમ સંવત્સરના ઘણા વિસ્તારોમાં આ વર્ષ આજથી શરૂ થઈ ચૂક્યું છે

જ્યોતિષાચાર્યની વાત માનીએ તો હિન્દુ નવ વર્ષમાં શનિદેવનો વિશેષ પ્રભાવ બધી રાશિઓ ઉપર અલગ અલગ જોવા મળશે.

વર્તમાન સમયમાં શનિ વૃશ્ચિક રાશિમાં વક્રી સ્થિતિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે 13 ઓગસ્ટે ફરી માર્ગી થઈ જશે. આ સમયે તુલા, વૃશ્ચિક અને ધન રાશિ શનિની સાડાસાતીથી પીડિત છે, તો સિંહ અને મેષ રાશિ ઉપર શનિની ઢૈય્યાનો પ્રભાવ છે.

વિક્રમ સંવત્સર 2073માં શનિ કઈ રાશિ ઉપર કેવી અસર કરશે, તે જાણવા માટે આગળ

મેષ રાશિઃ-

વિક્રમ સંવત્સર 2073માં શનિ વૃશ્ચિક રાશિમાં રહેશે. આ વર્ષે મેષ રાશિવાળા ઉપર શનિની ઢૈય્યાનો પ્રભાવ રહેશે. આઠમા સ્થાનની ઢૈય્યા વિપરીત ફળ આપનારી રહેશે. કામકાજમાં અડચણની સ્થિતિ પેદા થાય. આઠમા સ્થાન પર શનિ હોવાથી સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડી શકે. દુશ્મનો તમને નુકસાન પહોંચાડવા પ્રયાસ કરે. પાર્ટનરશીપમાં નુકસાન થાય. વેપારમાં પોતાની સૂઝબૂઝથી તમે લાભ વધારી શકો. કોઈની ઉપર વધુ વિશ્વાસ ન કરવો.

13 ઓગસ્ટ 2016 સુધી શનિ વક્ર સ્થિતિમાં રહેવાને કારણે સર્જરી કરાવવાની સ્થિતિ પેદા થઈ શકે કે પછી અન્ય કારણોસર હોસ્પિટલના ચક્કર કાપવા પડી શકે. બોસ સાથે કોઈ વાતે ઝઘડો થઈ શકે. કોઈ ખાસ વ્યક્તિથી જુદા થવું પડી શકે. પોતાની પૂરી ક્ષમતા અને યોગ્યતાનો ઉપયોગ કર્યા પછી શનિની ઢૈય્યાને કારણો પરિણામ આશાજન નહીં રહે.

ઉપાયઃ-

-સવા પાંચ રત્તીનો નીલમ કે ઉપરત્ન(નીલી) સોનુ, ચાંદી કે તાંબાની અંગુઠીમાં અભિમંત્રિત કરાવીને ધારણ કરો.

-શનિયંત્રની સાથે જ નીલમ કે ફિરોજા રત્ન ગળામાં લોકટની આકૃતિ બનાવીને પહેરી શકો છો, આ ઉપાય પણ ઉત્તમ છે.

-કોઈપણ વિદ્વાન બ્રાહ્મણ પાસે કે પોતે શનિના તંત્રોક્ત, વૈદિક મંત્રોના 23000 જાર કરો કે કરાવડાવો. આ છે શનિના તંત્રોક્ત મંત્ર- ऊं प्रां प्रीं स: श्नैश्चराय नम:।।

-શનિવારે વ્રત રાખો. કીડીઓને લોટ ખવડાવો.

-જૂતા, કાળા કપડા, જાડુ અનાજ અને લોખંડના વાસણનું દાન કરો.

વૃષભ રાશિ –

વિક્રમ સંવત્સર 2073માં શનિ તમારી રાશિથી સાતમા સ્થાન પર રહેશે. શનિની આ સ્થિતિ મળતાવડુ ફળ આપનારી રહેશે. વેપારમાં લાભ થશે. પૈસા આવશે. પણ ટકે નહી. પતિ-પત્નીમાં તણાવનું કારણ દાંપત્ય જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડશે. કેરિયર અને નોકરી માટે કરવામાં આવેલ પ્રયાસોનુ ફળ સમય રહેતા જ મળી જશે.

આ વર્ષે ઘરમાં કોઈ શુભ કામના યોગ બની રહ્યા છે. નવુ વાહન ખરીદી શકો છો. પરિવારના સભ્યોની સંખ્યા પણ વધી શકે છે. જરૂર કરતા વધુ ખર્ચ ન કરવામાં જ ભલાઈ છે. 13 ઓગસ્ટ સુધી શનિના વક્રી થવા દરમિયાન પ્રેમી-પ્રેમિકામાં ગેરસમજ અને દાંમ્પત્ય જીવનમાં તણાવની સ્થિતિ બની શકે છે. વેપારમાં સમજદારીથી નિર્ણય લેવાની જરૂર છે. આ સમય વેપાર વધવા માટે ઉત્તમ છે. શત્રુ તમારુ નુકશાન કરવાની કોશિશ કરશે. પણ સફળ નહી થાય. પરિવારમાં સુખ શાંતિ વધશે. કોઈ મોટા માણસનો સાથ મળશે.

ઉપાય-

– શનિવારના કાળા ઘોડાની નાળ કે સમુદ્રી નાવની ખીલીમાંથી અંગૂઠી બનાવો. તેને તલના તેલમાં સાત દિવસ શનિવારથી શનિવાર સુધી રાખો અને તેના પર શનિ મંત્રના 23000 જાપ કરો. શનિવારની સાંજે તેને ધારણ કરો.

-આ અંગૂઠી મધ્યમા (શનિની આંગળી)માં જ પહેરો અને તે માટે પુષ્ય, અનુરાધા, ઉત્તરા, ભાદ્રપદ અને રોહિણી નક્ષત્ર સર્વશ્રેષ્ઠ છે.

-કોઈપણ વિદ્વાન બ્રાહ્મણ પાસેથી ખુદ શનિના તંત્રોક્ત વૈદિક મંત્રોના 23000 જાપ કરો કે કરાવડાવો.

મંત્ર – ऊँ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।

મિથુન રાશિઃ-

વિક્રમ સંવત્સર 2073માં શનિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાને રહેશે. શનિની આ સ્થિતિ શુભ ફળ આપનારી રહેશે. દુશ્મનો પૂરો પ્રયાસ કરવા છતાં પણ તમને કોઈ નુકસાન પહોંચાડી નહીં શકે. વેપાર વધારવા માટે તમે પ્રયાસ કરશો, તેમાં તમને મનચાહી સફળતા મળે. વેપારની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષ માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહે. ઓફિસમાં તમારો દબદબો રહેશે. પરિવાર અને સંતાનને લઈને મનમાં જરૂર ચિંતાની સ્થિતિ રહેશે. દામપત્ય જીવનમાં થોડો તણાવ રહેશે, જે ઝડપથી સમાપ્ત થઈ જશે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લો, તેનાથી લાભ થશે. 13 ઓગ્સટ સુધી શનિ વક્રી સ્થિતિમાં રહેશે તે સમયે થોડી પરેશાની રહેશે. કુલ મળીને વર્ષ સારું રહેશે.

ઉપાયઃ-

1-શનિના દુષ્પપ્રભાવને ઓછો કરવા માટે 7 પ્રકારના અનાજ અને દાણાને મિક્સ કરીને પક્ષીઓને ખવડાવવા.

2-રીંગણી રંગના રૂમાલ તમારી પાસે રાખવો.

3-શનિદેવની સામે ઉભા રહીને દર્શન ન કરવા, એવી રીતે દર્શન કરવા કે જેનાથી શનિદેવની દ્રષ્ટિ તમારા પર પડે નહી.

4- સવા પાંચ રતી નીલમ, સોનું, ચાંદી અથવા તાંબાની અંગૂઠીમાં અભિમંત્રિત કરાવીને ધારણ કરવી.

કર્ક રાશિઃ-

વિક્રમ સંવત્સર 2073માં શનિ તમારી રાશિથી પાંચમા સ્થાને રહેશે. શનિની આ સ્થિતિ વેપાર અને નોકરીની દ્રષ્ટિએ શુભ ફળ આપનારી રહે. બિઝનેસમાં એગ્રીમેન્ટ થાય, જે તમારી ઉન્નતિમાં મદદરૂપ થશે. આર્થિક રીતે આ વર્ષ તમારા માટે સારું રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવું. જો નોકરી માટે કોઈ તૈયારી કરી રહ્યા હોય તો તેમાં પણ સફળતા મળશે.

13 ઓગસ્ટ સુઝી શનિ વક્રી સ્થિતિમાં રહેવાથી થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. આ દરમિયાન ગુસ્સા ઉપર કાબૂ રાખો, ઉતાવળમાં કરવામાં આવેલ નિર્ણયોથી આર્થિતિ નુકસાન થઈ શકે. પરિવારના કોઈ સદસ્યને લીધે પરેશાનીઓ આવી શકે. પરિવારના કોઈ વડીલનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે. કોઈ અપ્રિય સમાચાર પણ સાંભળવા મળી શકે. પતિ-પત્ની વચ્ચે નાના-મોટા તણાવ થાય. જો કે આપસી તાલમેળથી તેનો ઉકેલ આવશે.

ઉપાયઃ-

1-દર શનિવારે વડના વૃક્ષની નીચે સાંજના સમયે સ્નાન કરીને સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો અને ધૂપ વગેરે અર્પિત કરવું.

2-કાળા દોરામાં ઘાસની જડને અભિમંત્રિત કરાવી શનિવારે શ્રવણ નક્ષત્રમાં ધારણ કરવી. જેનાથી તમને દરેક કાર્યોમાં સફળતા મળી શકશે.

3- શનિવારે શનિના દસ નામોથી શનિદેવનું પૂજન કરવું.

कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

એટલે કે- 1-કોણસ્થ, 2- પિંગલ, 3- બભ્રૂ, 4-કૃષ્ણ, 5-રૌદ્રન્તક, 6-યમ, 7-સૌરિ, 8-શનૈશ્વર, 9-મન્દ, 10-પિપ્પલાશ્રય.

સિંહ રાશિઃ-

વિક્રમ સંવત્સર 2073માં શનિ તમારી રાશિથી ચોથા ભાવમાં રહેશે. શનિની ઢૈય્યાનો પ્રભાવ તમારી રાશિ ઉપર રહેશે. જેને કારણે કામમાં બાધાઓ અને અડચણો આવશે. સ્વાસ્થ્યને લઈને પણ પરેશાનીઓ ચાલતી રહેશે. પેટ સાથે સંબંધિત કોઈપણ રોગ થઈ શકે. 13 ઓગસ્ટ સુધી શનિ વક્ર સ્થિતિમાં રહેવાથી સર્જરી કરાવવી પડી શકે. વેપારમાં ઉન્નતિ માટે તમે આખુ વર્ષ પ્રયાસ કરશો, પરંતુ તમને આંશિક સફળતા જ મળશે.

જમીન, મકાન અને સંપત્તિને લઈને ચિંતા કે કોર્ટ કેસની સ્થિતિ પેદા થઈ શકે. દુશ્મનો અને વિરોધીઓ હાવી રહેશે. તમારા વિરુદ્ધ કોઈ ગુપ્ત ષડયંત્ર રચવામાં આવશે. કરિયરમાં અસ્થિરતાની સ્થિતિ પેદા થાય. નોકરીમાં વારંવાર પરિવર્તનની આશંકા પણ પેદા થઈ શકે.
બિઝનેસમાં સ્થિતિ સારી નહીં રહે. અજાણ વ્યક્તિથી નુકસાન થઈ શકે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે. યાત્રાઓ વધુ થાય. તમારી કોઈ વસ્તુ ચોરી થઈ શકે.

ઉપાયઃ-

1-કાળી ગાયની સેવા કરવાથી શનિ પ્રસન્ન થાય છે. ગાયના શિંગડા પર રોલી બાંધીને ગાયની પૂજા કરવી જોઇએ. ત્યાર પછી ગાયની પરિક્રમાં કરીને તેને બુંદીના ચાર લાડવા ખવડાવવા.

2- દર શનિવારે ઉપવાસ રાખવો. સૂર્યાસ્ત પછી હનુમાનજીનું પૂજન કરવું. પૂજનમાં સિંદૂર, કાળા તલનું તેલ, આ તેલનો દીપક તથા વાદળી રંગના ફૂલનો ઉપયોગ કરવો.

3-સવા ત્રણ રતી નીલમ, સોનું, ચાંદી અથવા તાંબાની અંગૂઠીમાં અભિમંત્રિત કરાવીને ધારણ કરવી.

4-બૂટ, કાળા કપડા, અનાજ અને લોખંડના વાસણોનું દાન કરવું.

કન્યા રાશિઃ-

વિક્રમ સંવત 2073માં શનિ તમારી રાશિથી ત્રીજા સ્થાને રહેશે. એટલા માટે આ વર્ષ કન્યા રાશિના લોકો માટે શુભ રહેશે. આ વર્ષે તમારું સ્વાસ્થ્ય નોર્મલ રહેશે. હલકી-ફુલકી મોસમી બીમારીઓ થઈ શકે છે. બિઝનેસમાં નવા આઈડિયાથી લાભ વધી શકે છે. ઓફિસમાં બધા તમારા કામથી ખુશ રહેશે. ઘર-પરિવારમાં સ્થિતિ સંતોષજનક રહેશે. લાઈફ પાર્ટનરથી પૂરે-પૂરો સહયોગ મળે. કોઈ તમને દરો આપી શકે.

13 ઓગાસ્ટ સુધી શનિ વક્ર સ્થિતિમાં રહેવાને કારણે કોઈ મોટો ઓર્ડર તમારા હાથમાંથી નિકળી જાય. રૂપિયા આવે, પરંતુ ખર્ચાઓ વધી જાય. એટલા માટે નકામા ખર્ચાઓથી બચવું. ભાઈઓથી સંપત્તિને લઈને કોઈ વિવાદ થઈ શકે. ઘરના કોઈ સદસ્યની બીમારીઓમાં ખર્ચાઓ થઈ શકે. સામાજિક કામમાં રસ વધશે. દરેક કામ સમજી-વિચારીને કરો, કારણ કે ત્રીજા સ્થાને શનિ હોવાને કારણે કોઈ જૂઠો આરોપ લાગી શકે.

ઉપાયઃ-

1-શનિવારના દિવસે વાનરો અને કાળા કૂતરાને લાડવા ખવડાવવાથી શનિનો કુપ્રભાવ ઓછો થઇ શેક છે અથવા કાળા ઘોડાની નાળ અથવા હોડીની કીલનો છલ્લો બનાવીને ધારણ કરવો.

2-શુક્રવારની રાત્રે કાળા ચણા પાણીમાં પલાળી દેવા. શનિવારે આ ચણા કાચો કોલસો, હળવું લોખંડનું પતરું એક કાળા કપડામાં બાંધીને તળાવમાં નાખી દેવું. આ ઉપાય આખું વર્ષ કરવું. આ સમયમાં માછલીનું સેવન કરવું નહીં.

3- કોઇપણ વિદ્વાન બ્રાહ્મણ પાસેથી સ્વયં શનિના તંત્રોત્ક, વૈદિક મંત્રોના 23000 જાપ કરાવડાવવા. આ છે શનિનો તંત્રોત્ક મંત્રઃ-

ऊँ प्रां प्रीं स: श्नैश्चराय नम:

4- શનિવારે વ્રત રાખવું અને કીડીઓને લોટ ખવડાવવો.

તુલા રાશિઃ-

તુલા રાશિના લોકો ઉપર શનિની સાડાસાતીની અસર રહેશે, જેને લીધે વિક્રમ સંવત સંવત્સર 2073 તેમની પડકારજનક રહેશે. સ્વાસ્થ્યને લઈને પરેશાનીઓ વધુ રહે. દુર્ઘટના થવાનો ભય છે, એટલા માટે વાહન સંભાળીને ચલાવો. લાંબા સમય સુધી ચાલતી બીમારીઓ જેમ કે-ડાયાબિટીસ, બ્લડ પ્રેશ, હૃદયને લગતી બીમારીઓ થવાની આશંકા છે. આર્થિક રીતે પણ પરેશાનીઓ ચાલતી રહે, જો કે અંતિમ સમયે તમારી જરૂરિયાત પૂરી થાય. કોઈ મોટા માણસ સાથે મળવાનું થાય.

સંતાન પક્ષને લઈને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે. દુશ્મન પક્ષ નુકસાન પહોંચાડવા પ્રયાસ કરશે. સંભાળીને રહેવું. વેપારમાં કોઈ ખાસ સફળતા મળવામાં શંકા છે. તો ઓફિસમાં બોસ પણ તમારા કામથી ખુશ નહીં રહે. નકામો ખર્ચાઓ ઉપર નિયંત્રણ થશે. ટાર્ગેટ પૂરો કરવાનું દબાણ રહેશે. સંકટની સ્થિતિ પત્નીની મદદ મળશે. નોકરી બચાવવા માટે સંઘર્ષ કરવો પડશે.

ઉપાયઃ-

1-કોઇ શનિવારે સવા કિલ્લો કાળા ચણા અલગ-અલગ ત્રણ વાસણમાં પલાળી દેવા. ત્યાર પછી સ્નાન કરીને, સાફ વસ્ત્ર પહેરી શનિદેવનું પૂજન કરવું અને ચણાને સરસિયાના તેલમાં સાતળીને તેનો ભોગ શનિદેવને લગાવવો. ત્યાર પછી પોતાની સમસ્યાના નિવારણ માટે શનિદેવને પ્રાર્થના કરવી. ત્યાર પછી પહેલાં પલાળેલા ચણા ભેસને ખવડાવી દેવા. બીજા સવા કિલ્લો ચણા કોઇ રોગીમાં વહેચી દેવા અને છેલ્લાં ચણાને પોતાના માથા પરથી ઉતારીને કોઇ સુમસાન જગ્યાએ મુકી દેવા. આ ઉપાય કરવાથી શનિદેવનાં પ્રકોપમાંથી જરૂર છુટકારો મળશે

2-શનિવારની સવારે સ્નાન વગેરે કરીને સવા કિલ્લો કાળો કોલસો, એક લોખંડની કીલને એક કાળા કપડામાં લપેટીને પોતાના માથાથી ઉતારીને જળમાં પ્રવાહિત કરી દેવું અને કોઇ શનિ મંદિરમાં જઇને શનિદેવની પ્રાર્થના કરવી.

3- શનિ જંયતીના દિવસે સવારે કોઇ નદીમાં સ્નાન કરીને નજીક સ્થિત કોઇ શનિ મંદિરમાં જઇને શનિદેવની આરતી કરવી. ત્યાર પછી જરૂરિયાતમંદ લોકોને દાન કરવું.

વૃશ્ચિક રાશિઃ-

વિક્રમ સંવત્સર 2073માં વૃશ્ચિક રાશિવાળા ઉપર શનિની સાડાસાતીની અસર રહેશે. તેને લીધે સ્વાસ્થ્યમાં પરેશાનીઓ આવી શકે છે. એક પછી એક સમસ્યાઓ આવતી રહેશે. ખાન-પાનને લઈને સાવધાન રહેવું. બિઝનેસમાં ખૂબ જ મહેનત કર્યા પછી પણ મનચાહ્યું પરિણામ મળવામાં શંકા છે. ગોચરવશ આ વર્ષે શનિ તમારી રાશિમાં જ રહેશે, જેને કારણે અધિકારીઓ અને બોસથી તમારું સામંજસ્ય નહીં જામે. ટાર્ગેટ પૂરો કરવાનું દબાણ રહેશે. જેનાથી માનસિક કષ્ટ થાય.

13 ઓગસ્ટ સુધી શનિની વક્ર સ્થિતિને કારણે કોઈ મોટું નુકસાન થઈ શકે છે કે કોઈ ચોટ પણ થઈ શકે છે. કોઈની ઉપર આંખો મીચીને ભરોસો ન કરવો. કોઈ તમારું વ્યક્તિ જ તમને દગો આપી શકે. પરિવારના લોકોનો પૂરો સહયોગ મળે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં ન લાગે. મનમાં ભટકાવની સ્થિતિ પેદા થઈ શકે. લાઈફ-પાર્ટનરનો સાથ મળે.

ઉપાય-

1-શનિવારના દિવસે શનિ યંત્રની સ્થાપના અને પૂજન કરવું. ત્યાર પછી દરરોજ આ યંત્રની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. દરરોજ યંત્રની સામે સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો.

2- શનિવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે નિત્ય કર્મો પતાવીને એક આસન પર બેસી જવું. તમારી સામે તમારે શનિદેવની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી. ત્યાર પછી તેનું વિધિવત્ત પૂજન કરવું. ત્યાર પછી રૂદ્રાક્ષની માલાની નીચે લખેલાં મંત્રોનું લગભગ પાંચ માળા જાપ કરવો. તથા શનિદેવ પાસેથી સુખ-સમૃદ્ધિની માટે પ્રાર્થના પણ કરવી.

વૈદિક મંત્રઃ- ऊं शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।

3- કોઇ જરૂરિયાતમંદને કાળા ધાબળ અને કાળા બૂટનું દાન કરવું. છત્રીનું દાન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.

ધન રાશિઃ-

વિક્રમ સંવત્સર 2073માં શનિ તમારી રાશિથી 12માં સ્થાને રહેશે. આ રાશિ ઉપર શનિની સાડાસાતીની અસર રહેશે. ખર્ચાઓમાં વધારો થઈ શકે. રૂપિયાને લઈને સમસ્યાઓ આ વર્ષે ચાલતી રહે. બિઝનેસની પટરી ઉપર લાવવા માટે તમે દરેક પ્રયાસ કરશો, પરંતુ જેમ તમે ઈચ્છો તેટલી સફળતા નહીં મળે. નોકરીમાં પ્રમોશન ન મળવાથી નિરાશ થઈ શકો. ટ્રાન્સફર થઈ શકે છે, પરંતુ બોલ અને અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે.

આ વર્ષે અનેક ઉતાર-ચઢાવ જોવા મળશે. કોઈની પાસે દેવું લેવું પડી શકે. પોતાના જ લોકો જ દુશ્મન બની શકે છે. ગુસ્સા ઉપર કાબૂ રાખો નહીં તો સામાજિક કામમાં નિંદાને પાત્ર થઈ શકો છો. 13 ઓગસ્ટ સુધી શનિની વક્રી સ્થિતિને કારણે વેપારમાં કોઈ ઠોસ નિર્ણય લેવો પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય લાભ આપનારો રહેશે. પ્રેમ પ્રસંગોમાં સફળતા મળે. પતિ-પત્નીમાં તાલમેળ સારો રહેશે. એક્સીડેન્ટ થવાની સંભાવના છે, વાહન સંભાળીને ચલાવો.

ઉપાય-

1-દરરોજ સૂર્યાસ્ત પછી હનુમાનજીનું પૂજન કરવું. પૂજનમાં કંકું, કાળા તલનું તેલ, આ તેલનો દીપક તથા વાદળી રંગના ફૂલનો પ્રયોગ કરવો. આ ઉપાય તમે દર શનિવારે પણ કરી શકો છો.

2- શનિવારે અગિયાર સાબૂત નારિયેળ વહેલાં પાણીમાં પ્રવાહિત કરવાં.

3-દરરોજ શનિવારની સાંજના સમયે વડ અને પીપળાના વૃક્ષની નીચે સૂર્યાસ્ત પહેલાં સરસિયાના તેલનો દીપક પ્રગટાવવો અને દૂધ તથા ધૂપ વગેરે અર્પિત કરવું.

4-સવા પાંચ રતી નીલમ, સોનું, ચાંદી અથવા તાંબાની અંગૂઠીમાં અભિમંત્રિત કરાવીને ધારણ કરવી.

મકર રાશિઃ-

વિક્રમ સંવત્સર 2073માં શનિ તમારી રાશિથી 11મા સ્થાને રહેશે. શનિની આ સ્થિત તમારા માટે લાભદાયી રહેશે. વેપાર અને નોકરીમાં મનચાહ્યા પરિણામ મળે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય ઉત્તમ રહેશે. જૂના રોગ દૂર થાય. શનિને કારણે ધનલાભમાં વધારો થઈ શકે. વેપારમાં સૂઝ-બૂઝથી લેવામાં આવેલ નિર્ણય સારા સાબિત થઈ શકે. પતિ-પત્નીમાં નાની-મોટી અનબન ચાલતી રહે, જે સમય જતા ઉકેલાશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

દુશ્મન પક્ષ ઈચ્છીને પણ તમારું કઈ બગાડી નહીં શકે. બિઝનેસમાં ઉન્નતિ થવાના યોગ છે. 13 ઓગસ્ટ સુધી શનિની વક્ર સ્થિતિને કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડશે. આ દરમિયાન કોઈ પ્રિય વસ્તુ ચોરી થવાનો કે ખોવાઈ જવાનો ડર રહેશે. લોટરી, જુગાર, સટ્ટો કે શોયર્સમાં રોકાણ ધન હાનિનું કારણ બની શકે છે. બિઝનેસમાં ભાગીદારીથી કામ લો.

ઉપાયઃ-

1- શામી વૃક્ષની જડને વિધિ-વિધન પૂર્વક ઘરે લઇને આવવી. શનિવારે શ્રવણ નક્ષત્રમાં કોઇ યોગ્ય વિદ્વાન પાસેથી તેને અભિમંત્રિત કરાવી કાળા દોરામાં બાંઘીને ગળા અથવા હાથમાં ધારણ કરવી. શનિદેવ પ્રસન્ન થશે તથા શનિને કારણે જેટલી પણ સમસ્યા તમારા જીવનમાં આવી રહી છે તેનું નિદાન પણ થશે.

2- કાળા દોરામાં ઘાસની જડને અભિંત્રિત કરાવીને શનિવારે શ્રવણ નક્ષત્રનમાં એટલે કે શનિ જયંતિના શુભ મુહૂર્તમાં ધારણ કરવાથી પણ શનિ સંબંધી બધા જ કાર્યોમાં સફળતા મળે છે.

3-શનિવારે આ 10 નામોથી શનિદેવનું પૂજન કરવું- कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:। सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।

એટલે કે- 1-કોણસ્થ, 2- પિંગલ, 3- બભ્રૂ, 4-કૃષ્ણ, 5-રૌદ્રન્તક, 6-યમ, 7-સૌરિ, 8-શનૈશ્વર, 9-મન્દ, 10-પિપ્પલાશ્રય

જો તમારી પર શનિની સાઢેસાતી, ઢૈય્યા અથવા મહાદશા ચાલી રહી છે તો આ દરમિયાન માંસ, દારૂનું સેવન ન કરવું. આ ઉપાય કરવાથી પણ શનિના દુષ્પપ્રભાવમાં કમી આવે છે.

કુંભઃ-

વિક્રમ સંવત્સર 2072માં શનિ તમારી રાશિથી 10મા સ્થાને રહેશે. આ વર્ષે તમારી માટે નવી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે. બિઝનેસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તનની સંભાવનાઓ છે. રાજકીય ક્ષેત્રમાં દખલ ધરાવતા લોકો માટે આ વર્ષ મહત્વપૂર્ણ સાબિત થાય. રાશિ સ્વામિ શનિને કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મોસમી બીમારીઓ થઈ શકે છે. નોકરીમાં કોઈ નવી જવાબદારી મળી શકે છે કે પ્રમોશન મળી શકે છે.

બોસ અને અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. વેપારમાં પણ અપેક્ષિત લાભ મળશે. અચલ સંપત્તિ જેમ કે મકાન, જમીન, ફેક્ટરી માટે લોન લેવી પડી શકે છે. પરંતુ તે તમે સમય રહેતા ચૂકવી દેશો. નવી ટેક્નીકની મદદથી ઉત્પાદન વધશે. 13 ઓગસ્ટ સુધી શનિની વક્ર સ્થિતિને કારણે બિઝનેસમાં થોડી સાવધાની રાખવી જોઈએ. ઘર પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. નોકરીમાં તમને વધુ સારી તકો મળી શકે છે.

ઉપાયઃ-

1-શનિવારના દિવસે વાનરો અને કાળા કૂતરાને લાડવા ખવડાવવાથી શનિનો કુપ્રભાવ ઓછો થઇ શેક છે અથવા કાળા ઘોડાની નાળ અથવા હોડીની કીલનો છલ્લો બનાવીને ધારણ કરવો.

2- શનિ યંત્રની સાથે નીલમ અથવા ફિરોઝા રત્ન ગળામાં લોકેટની આકૃતિમાં પહેરી શકાય છે, આ ઉપાય પણ ઉત્તમ છે.

3-રીંગણી રંગના રૂમાલ તમારી પાસે રાખવો.

4- શનિદેવની સામે ઉભા રહીને દર્શન ન કરવા, એવી રીતે દર્શન કરવા કે જેનાથી શનિદેવની દ્રષ્ટિ તમારા પર પડે નહી.

5- શનિવારે હનુમાનજીને ચોલા અર્પણ કરવું. ચોલામાં સરસિયા અથવા ચમેલીના તેલનો ઉપયોગ કરવો અને આ તેલથી દીપક પણ પ્રગટાવવો.

મીન રાશિઃ-

વિક્રમ સંવત્સર 2073માં શનિ તમારી રાશિથી નવમા સ્થાને રહેશે. શનિની આ સ્થિતિ તમારા માટે શુભ રહેશે. આ વર્ષે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. બિઝનેસમાં સારી સ્થિતિ રહેશે. ધનલાભના અનેક યોગ બનશે. આર્થિક રીતે આ વર્ષ ઘણું સારું રહેશે. કોઈ અધિકારી કે રાજકીય વ્યક્તિ સાથે સંપર્ક બનશે. તેને કારણે આગળ ચાલીને તમને લાભ પણ થાય. ઘર પરિવારમાં સ્થિતિ સારી રહેશે.

સંતાન સંબંધી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આ વર્ષે તમે લઈ શકો છો. કોઈ નવી વસ્તુ ખરીદવાનું મન થાય. 13 ઓગસ્ટ સુધી શનિની વક્ર સ્થિતિને કરાણે તમારી સાથે કોઈ અનહોની ઘટના બની શકે છે. વાહન સાવધાનીથી ચલાવો. ખરાબ આદતો- દારુ, સિગરેટ વગેરે ઉપર નિયંત્રણ રાખો. દરેક કામ સંયમ અને ધૈર્યથી કરો. પરિવારના બધા જ લોકો આપસી સામંજસ્ય અને પ્રેમ અને સુખીથી રહેશે.

ઉપાયઃ-

1-લોટની 2 રોટલી બનાવીને એક પર તેલ અને બીજી પર શુદ્ધ ઘી લગાવવું. તેલવાળી રોટલી પર થોડી મિઠાઈ રાખીને કાળી ગાયને ખવડાવવું. ત્યાર પછી બીજી રોટલી પણ ખવડાવવી અને શનિદેવનું સ્મરણ કરવું.

2-શનિવારે એક કાંસની કટોરીમાં તલનું તેલ ભરીને તેમાં પોતાનું મુખ જોવું અને કાળા કપડામાં કાળા અડદ, સવા કિલ્લો અનાજ, બે લાડવા, ફળ, કાળો કોલસો અને લોખંડની કીલ રાખીને શનિનું દાન લેનાર વ્યક્તિને દાન કરવું. આ ઉપાય દર શનિવારે પણ કરી શકાય છે.
3-શનિવારે કોઈ હનુમાન મંદિરમાં જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને શનિ દોષની શાંતિ માટે હનુમાનજીને પ્રાર્થના કરો. બૂંદીના લાદુનો ભોગ લગાવો.

4-શનિવારે અગિયાર સાબૂત નારિયેળ વહેલાં પાણીમાં પ્રવાહિત કરો અને શનિદેવ પાસે જીવનને સુખી બનાવવા પ્રાર્થના કરો.

5-કોઇપણ વિદ્વાન બ્રાહ્મણ પાસેથી સ્વયં શનિના તંત્રોત્ક, વૈદિક મંત્રોના 23000 જાપ કરાવડાવવા. આ છે શનિનો તંત્રોત્ક મંત્રઃ- ऊँ प्रां प्रीं स: श्नैश्चराय नम:

 

टिप्पणी करे