8 એપ્રિલથી ધનની દેવી થશે પ્રસન્ન, ગરીબી દૂર કરવા કરો આ 20 લક્ષ્મી ઉપાય!

8 એપ્રિલથી ધનની દેવી થશે પ્રસન્ન, ગરીબી દૂર કરવા કરો આ 20 લક્ષ્મી ઉપાય!

શુક્રવાર, 8 એપ્રિલ 2016થી હિન્દુ નવવર્ષ શરૂ થઇ રહ્યું છે. આ દિવસથી ચૈત્ર મહિનાની નવરાત્રિ પણ શરૂ થઇ રહી છે. શાસ્ત્રો પ્રમાણે હિન્દુ નવવર્ષનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પૂજા-પાઠ માટે આ મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે. આ મુહૂર્તમાં કરવામાં આવતાં ઉપાયોથી લક્ષ્મીની પ્રાપ્તિ થઇ શકે છે, ઘરની ગરીબી દૂર થઇ શકે છે અને માન-સન્માન પણ મળી શકે છે. અહીં જાણો નવવર્ષમાં કરવામાં આવતાં 20 નાના-નાના ઉપાય, જે ઘરની ગરીબી દૂર કરી શકે છે.

ઉપાય -1- મંત્ર

ૐ શ્રીં હી શ્રીં કમલે કમલાયૈય પ્રસીંદ્દ પ્રસીંદ્દ શ્રીં હી શ્રીં ૐ મહાલક્ષ્મયૈય નમ:

રોજ સવારે સ્નાન કરી 108 વાર મહાલક્ષ્મી મંત્ર નો જાપ કરવો આ જાપ માટે કમળ ગટ્ટા ની માળા નો ઉપયોગ કરવો

ઉપાય-2- બરકત બની રહે એ માટે કિન્નર પાસે થી રૂપિયાનો સિક્કો લવો લીલા કપડાંના વીંટાળી તિજોરી કે પ્રેસ મા રાખવો

ઉપાય-3 પીપળાના ઝાડ નીચે તેલનો દીપક પ્રગટાવો આ ઉપાય રાત્રે કરવો દીપક પ્રગટાવવી પાછું વાળીને જોયા વગર ઘરે આવી જવું

ઉપાય-4- શુભ દિવસોમાં બ્રાહ્મણ જરૂરિયાતમંદ વ્યક્તિ કે ગરીબ બાળકોને અનાજ મીઠાઈ કપડાંનું દાન કરવું શુભ મનાય છે

ઉપાય-5- તળાવ ક્ નદીમાં માછલીઓને લોટની ગોળી બનાવી ખવડાવવી શાસ્ત્રો પ્રમાણે આ ઉપાય મોટી મોટી પરેશાની દુર કરે છે

ઉપાય -6- હનુમાનજી ના મંદીર તેલના દીપકમાં એક લવિંગ માખી હનુમાનજીની આરતી કરવી સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવો

ઉપાય-7- રોજ સવારે નિત્ય કર્મથી મુક્ત થઈ તાબાના લોટાથી સુર્યદેવના અર્ધ્ય આપવું સાથે લાલ ફુલ સુર દેવને અર્પણ કરવા

ઉપાય-8- કોઈપણ મહાલક્ષ્મી મંદીરના સાવરણી અને ગુલાબની સુગંધવાળી અગરબત્તી નું દાન કરવું પણ કોઈને જાણ કર્યા વગર કરવું

ઉપાય-9-સફેદ આંકડાના ગણપતિ ઘર મંદીરના રાખવી જોઈએ ગણેશજીની આ સ્વરૂપની નિયમિત પૂજાથી ઘરમા બરકત વધે છે

ઉપાય -10 કોઈપણ શિવ મંદીરના જઈ ત્યાં શિવલિંગ પર ચોખા અર્પણ કરવા ધ્યાન રાખવુ કે કોઈ ચોખાનો દાણો ખંડિત ના હોય

ઉપાય-11- જે ફોટામાં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પગ પાસે લક્ષ્મી બેઠી હોય તેની ફોટાની પુજા કરવાથી લક્ષ્મીજી જલદી પ્રસન્ન થાય છે

ઉપાય-12- રોજ સવારે તુલસીને જળ આપવું તેના એક પાનનું સેવન કરવું સાંજે તુલસી પાસે દિપક પ્રગટાવો

ઉપાય-13- શનિની સાડાસાતી કે ઢૈયા હોય તો રોજ સવારે પીપળા ને જળ અર્પણ કરી તેની સાત પરિક્રમા કરવી સાંજે ત્યાં દિપક પ્રગટાવવો

ઉપાય-14- શનિને રાહુ-કેતુના દોષ શાંત કરવા કોઈ ગરીબ વ્યક્તિને કાકળા ધાબળાનું દાન કરવું આ ઉપાયથી મુશ્કેલી દુર થશે

ઉપાય-15- ચારેય તીર્થનુ ફળ મેળવવા સવારે ઉઠી પાણીમાં કાંચિ દુધ અને ગંગાજળ મુળ કરી મા ગંગાના સ્મરણ સાથે સ્નાન કરવું

ઉપાય-16- સવારે ઘરેથી નિકટતાં પહેલા કેસરને પાણીમાં મિક્ષ કરી તિલક લગાવવું આ ઉપાયથી લક્ષ્મીક્રુપા સાથે સફળતા પ્રાપ્ત થાય છે

ઉપાય-17- નકારત્મકતા અને દરિદ્રતા દુર થઈ ઘરમા લક્ષ્મી આવે તે માટે પુજા કર્યા પછી આખા ઘરમા શંખ અને ઘંટ વગાડવો

ઉપાય-18- કોઈપણ વ્યક્તિ પીપળાના ઝાડ નીચે નાનું શિવલિત્રગ સ્થાપિત કરી તેની નિયમિત પુજા કરે તેની બધી પરેશાનીઓ દુર થાય છે

ઉપાય-19- પીપળાના 11 પાન ઉપર ચંદનથી શ્રીરામ લખી તેની માળા બનાવી હનુમાનજીને અર્પણ કરવી સાથેજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો

ઉપાય-20- ભગવાન શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીની વિશેષ ક્રુપા પ્રાપ્ત કરવા સવારે જાગતાની સાથે સૌથી પહેલા પોતાની હથેળીના દર્શન કરવા

ઉપરના કોઈ પણ ઉપાય ચૈત્ર માસની નવરાત્રી દરમ્યાન કરવાથી લાભ થાય શ્રધ્દા રાખવી અને પોતાની કુળદેવી ને આગળ કરી કામ કરવું જય ચામુંડા

 

टिप्पणी करे