મિત્રો, જો પ્રબળ ઇચ્છા હોય અને સારા ગુરુનું માર્ગદર્શન હોય તો આપણી નબળાઇઓને જ આપણી મજબુતાઇમાં પરીવર્તીત કરીને જીંદગીના જંગમાં ચેમ્પિયન બની શકાય છે.

15 વર્ષની ઉંમરના એક છોકરાને જુડો શીખવાની ખુબ ઇચ્છા હતી પરંતું એ એની ઇચ્છા પુરી કરી શકે તેમ ન હતો. આ છોકરાને નાનપણમાં જ અકસ્માત નડ્યો હતો અને એ અકસ્માતમાં એણે ડાબો હાથ ગુમાવી દીધો હતો. એક હાથથી જુડો માસ્ટર બનવું શક્ય નહોતું.

એક દિવસ આ છોકરો જુડોની તાલીમ આપનારા એક જાપાની શિક્ષક પાસે ગયો. શિક્ષકે છોકરાની બધી વાત સાંભળ્યા પછી કહ્યુ, ” બેટા, તને જુડો શીખવાની તીવ્ર ઇચ્છા છે માટે તારી કોઇ નબળાઇ તને જુડોમાં માસ્ટર બનતા અટકાવી નહી શકે. હું તને જુડો શીખવાડીશ અને તને જુડોમાં માસ્ટર બનાવીશ. મારી શરત એટલી છે કે હું જે પ્રમાણે કહુ તે મુજબ સખત મહેનત કરવાની અને મને કોઇ પ્રશ્નો નહી કરવાના.”

છોકરાએ શિક્ષકની શરત સ્વિકારી અને જુડો શીખવાની શરુઆત કરી. જુડોના આ શિક્ષકે છોકરાને જમણા હાથ અને બંને પગનો ઉપયોગ કરીને પ્રતિસ્પર્ધીને બરોબરની પછડાટ આપી શકે એવો દાવ શીખવ્યો. દાવ ખુબ મુશ્કેલ હતો પરંતું વારંવારની પ્રેકટીસથી છોકરાએ એ દાવ શીખી લીધો. માત્ર દાવ શીખ્યો એટલું જ નહી આ પ્રકારના દાવમાં એ માસ્ટર બની ગયો. શિક્ષકે છોકરાને આ દાવ પર વધુ પ્રેકટીસ કરવા માટે કહ્યુ.

છોકરાને થયુ કે ગુરુજી મને એક જ પ્રકારનો દાવ વારંવાર કેમ કરાવે છે ? હવે તો આ દાવ મેં પૂર્ણપણે શીખી લીધો છે. બીજો નવો દાવ કેમ નથી શીખવડતા ? ઘણા બધા સવાલો મનમાં ઉઠતા હતા પરંતું શરત રાખેલી હોવાથી ગુરુજીને કંઇ જ પુછી શકાય તેમ ન હતું. થોડા સમય પછી જુડોની નેશનલ ચેમ્પીયનશીપ થવાની હતી એમાં આ છોકરાને ભાગ લેવા માટે ગુરુજીએ તૈયાર કર્યો.

છોકરાને લાગતું હતું કે નેશનલ ચેમ્પીયન બનવાનું તો એક બાજુ રહ્યુ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં જ એ બહાર ફેંકાઇ જશે કારણકે એને તો માત્ર એક જ દાવ આવડતો હતો. બધાના આશ્વર્ય વચ્ચે આ છોકરો જીલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને છેવટે નેશનલ કક્ષાએ વિજેતા થયો અને નેશનલ ચેમ્પિયન બની ગયો. છોકરાને કંઇ સમજ જ ન પડી કે માત્ર એક જ દાવના આધારે એ નેશનલ ચેમ્પિયન કેવી રીતે બની ગયો ? એણે ગુરુજીને આ બાબતે પુછ્યુ.

ગુરુજીએ જીતનું રહસ્ય ખોલતા કહ્યુ, ” બેટા, મેં તને જે દાવ શીખવ્યો હતો તે સૌથી અઘરો દાવ હતો. વારંવારની પ્રેકટીસથી તે એ દાવને આત્મસાત કર્યો. આ એવો દાવ છે કે જેમાં નીચે પટકાયેલા માણસે વળતો પ્રહાર કરવા માટે તારા ડાબા હાથનો સહારો લઇને જ ઉભા થવું પડે. તારી પાસે તો ડાબો હાથ છે જ નહી એટલે તારો પ્રતિસ્પર્ધી તારા પર વળતો પ્રહાર કરી જ ન શકે.”

મિત્રો, જો પ્રબળ ઇચ્છા હોય અને સારા ગુરુનું માર્ગદર્શન હોય તો આપણી નબળાઇઓને જ આપણી મજબુતાઇમાં પરીવર્તીત કરીને જીંદગીના જંગમાં ચેમ્પિયન બની શકાય છે.

 

જીવનમાં કોઇપણ પ્રશ્નો સામે વિચાર્યા વગર બાથ ભિડવાને બદલે થોડી તૈયારી સાથે બાધ ભિડીએ ત્યારે આપણે સફળતાની પ્રતિક્ષા કરવાની જરુર નથી પરંતું સફળતા આપણી પ્રતિક્ષા કરતી હોઇ છે.

એક રાજાને ત્રણ પુત્રો હતા. સામાન્ય પરંપરા એવી હતી કે મોટા પુત્રને જ રાજગાદી આપવી પરંતું રાજા પોતાના રાજ્યનું શાસન યોગ્ય વ્યક્તિના હાથમાં સોંપવા માંગતા હતા. એમણે ત્રણે પુત્રોને બોલાવ્યા અને કહ્યુ કે મારે હવે નિવૃતિ લેવી છે અને આ રાજ્ય તમારામાંથી યોગ્ય વ્યક્તિના હવાલે કરવું છે. આ માટે તમારે એક પરિક્ષા આપવાની છે.

ત્રણે કુવરો વિચારમાં પડી ગયા કે પિતાજી શું પરિક્ષા લેવાના હશે ? રાજાએ સ્પષ્ટતા કરતા કહ્યુ , “ જુઓ, આપણા રાજ્યના મધ્યભાગમાં આવેલા વિશાળ મેદાનની બરાબર વચ્ચે બે મોટા ઓરડાઓ છે. આ બે ઓરડાઓ પૈકી એક ઓરડામાં માનવભક્ષી દિપડો રાખ્યો છે અને બીજા ઓરડામાં રાજરાણી બની શકે એવી સુંદર સ્ત્રી રાખી છે. તમારે કોઇપણ જાતના શસ્ત્ર લીધા વગર એકલા જ જવાનું છે અને ઓરડો ખોલવાનો છે. જે જીવતા બચી જશે એના પેલી સુંદર સ્ત્રી સાથે લગ્ન કરાવીને રાજગાદી એને સોંપવામાં આવશે.

એક કુંવર ખુબ ઉતાવળીયો હતો. કોઇપણ જાતનો વિચાર કર્યા વગર જ એ તો ઉપડ્યો સીધો જ પેલા બંધ ઓરડાઓ પાસે અને બન્યુ એવું કે એણે માનવભક્ષી દીપડા વાળા ઓરડાનું જ બારણું ખોલ્યું અને એના રામ રમી ગયા.

બીજો કુંવર કોઇપણ બાબતમાં જરુરત કરતા વધું વિચારનારો હતો. એ તો એ વિચારમાં પડી ગયો કે જો હું સુંદર સ્ત્રી વાળા ઓરડાનું બારણું ખોલું તો બરાબર છે પરંતું દિપડાવાળા ઓરડાનું બારણું ખોલું તો ? વિચાર કરવાથી જ એના શરિરમાંથી પરસેવાની ધારો થવા લાગી એ વિચારવા સિવાઇ કંઇ જ કરી શક્યો નહી.

ત્રીજા કુંવરે વિચાર્યું કે સુંદર યુવતિ વાળા ઓરડાનો દરવાજો ખોલુ તો તો કોઇ પ્રશ્ન જ નથી પરંતું જો દિપડા વાળા ઓરડાનો દરવાજો ખોલું તો ? દિપડો મને મારવા દોડે અને અને મને કદાચ મારી પણ નાખે. પરંતું હું કોઇપણ જાતના શસ્ત્ર વગર લડવાની થોડી તાલીમ લઇને બહાર કોઇ દિપડા જોડે લડાઇ કરીને મારી જાતને સંપૂર્ણ તૈયાર કરીને પછી જાવ તો હું દિપડાને પણ મારી જ શકું અને સુંદર યુવતિ સાથેનું રાજ્ય મેળવી શકું. એણે દિપડા સામે લડવાની પુરતી તાલીમ લીધી અને પછી એ ઓરડાનું બારણું ખોલવા ગયો. હવે તો એ ગમે તે બારણું ઉઘાડે એના માટે ચિંતા જ નહોતી.

જીવનમાં કોઇપણ પ્રશ્નો સામે વિચાર્યા વગર બાથ ભિડવાને બદલે થોડી તૈયારી સાથે બાધ ભિડીએ ત્યારે આપણે સફળતાની પ્રતિક્ષા કરવાની જરુર નથી પરંતું સફળતા આપણી પ્રતિક્ષા કરતી હોઇ છે.

 

જીવનમાં અજવાળુ(સુખદ પ્રસંગો) અને અંધારુ(દુ:ખદ પ્રસંગો) આવ્યા જ કરે.

એક શહેરમાં એક વિશિષ્ટ પ્રકારની હરીફાઇ રાખવામાં આવી હતી. આ હરીફાઇમાં માત્ર શહેરના યુવાનો અને યુવતીઓ જ ભાગ લઇ શકે એવી શરત પણ મુકવામાં આવી હતી. સ્પર્ધા પણ જરા અનોખી હતી. એક મોટી થાળીમાં મૂલ્યવાન હીરાની સાથે કાચના ટુકડાઓ પણ રાખવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનારાએ કાચના ટુકડા અને હીરાને જુદા પાડી આપવાના હતા.

ઘણા યુવક યુવતીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગ લેનારા સ્પર્ધકને એક રૂમમાં મોકલવામાં આવતા જ્યાં થાળીમાં હીરા અને કાચના ટુકડા ભેગા કરીને રાખવામાં આવ્યા હતા. સ્પર્ધકે આ બંનેને જુદા પાડવાના હતા. રૂમમાં લાઇટીંગ પણ અદભૂત હતુ. હીરા અને કાચના ટુકડા સમાન રીતે ચમકતા હતા આથી ભાગ લેનાર સ્પર્ધક એને જુદા પાડી શકતા નહોતા.

સ્પર્ધાના આયોજકોને એમ લાગ્યુ કે હીરા અને કાચના ટુકડાને કોઇ જુદા નહી પાડી શકે. એવામાં એક યુવકે રૂમની બહાર નીકળીને કહ્યુ, ” મેં બંનેને જુદા પાડી દીધા છે આપ ચાહો તો તપાસ કરી શકો છો. ” આયોજકોને આશ્વર્ય થયું. હીરાના નિષ્ણાંત ઝવેરીને સાથે લઇને રૂમમાં ગયા. ઝવેરીએ તપાસ કરીને કહ્યુ, ” યુવકે ખરેખર હીરા અને કાચના ટુકડાને જુદા પાડી દીધા છે. વર્ષોના અનુભવી ઝવેરી જે કામ કરી શકે તે કામ આ યુવકે કરી બતાવ્યુ છે. મને તો વિશ્વાસ નથી આવતો કે એણે આ કામ કેવી રીતે કર્યુ ! ”

આયોજકો અને સ્પર્ધકો સહીત સૌ કોઇ એ જાણવા આતુર હતા કે યુવકે હીરા અને કાચના ટુકડાને જુદા કેવી રીતે પાડ્યા. યુવકે કહ્યુ, ” આ કામ અઘરુ હતુ જ નહી. રૂમમાં જઇને મેં જોયુ કે હીરા અને કાચના ટુકડા બંને પ્રકાશને કારણે ચમકી રહ્યા હતા. મેં લાઇટ બંધ કરી દીધી પ્રકાશ ઓછો થતા જ કાચના ટુકડાની ચમક જતી રહી એટલે મેં એને વીણીને હીરાથી જુદા પાડી દીધા.”

મિત્રો, જીવનમાં અજવાળુ(સુખદ પ્રસંગો) અને અંધારુ(દુ:ખદ પ્રસંગો) આવ્યા જ કરે. અજવાળુ અર્થાત સુખમાં તો કાચના ટુકડા પણ ચમકતા હોય પણ અંધારા અર્થાત દુ:ખદ પ્રસંગો વખતે પણ જે ચમકતા રહે એ જ સાચા હીરા છે.

 

આપણને ચમકાવવા માટે એ બિચારો સાવ ઘસાઇ જાય છે.

કોલેજમાં અભ્યાસ કરતો એક યુવક પોતાના મિત્રો સાથે બેસીને રીશેસમાં ગપ્પા મારી રહ્યો હતો. વાત વાતમાં એક મિત્રએ આ યુવકને ટકોર કરતા કહ્યુ , ” યાર તારી પર્સનાલીટી કેવી જોરદાર છે અને તારુ કપડાનું સીલેકશન પણ પરફેક્ટ હોય છે.તને જોઇએ એટલે કોઇ મોડેલની યાદ આવી જાય પણ આજે જ તારા પપ્પા બજારમાં ભેગા થયેલા એનો પહેરવેશ જોઇને કોઇ એમ ન કહે કે એ તારા પપ્પા હશે.” પોતાના પિતાની આ વાત સાંભળીને યુવાન જરા ક્ષોભિલો થઇ ગયો.

કોલેજ પુરી કરીને ઘરે ગયા પછી પોતાની મમ્મીને આજની વાત કરતા કહે , ” મમ્મી તું જરા પપ્પાને સમજાવજે એ મારી પર્સનાલીટી પર પાણી ફેરવે છે. જરા કંઇ ઢંગના કપડા પહેરતા હોય તો એને શું થાય ? ” મમ્મીએ બધી વાત સાંભળ્યા પછી કહ્યુ , ” બેટા, હું સાંજે તારા પપ્પાને આ બાબતે વાત કરીશ”

સાંજે એ યુવકના પપ્પા થાક્યા પાક્યા ઘરે આવ્યા. જમી લીધા પછી પત્નિએ પોતાના પતિને વાત કરતા કહ્યુ, ” આજે આપણા ચિંટુની કોલેજમાં એના મિત્રો ચિંટુને તમારી વાત કરતા હતા કે તારા પપ્પા એક નંબરના કંજુસ છે સારા કપડા પણ પહેરતા નથી.સાચુ કહુ આપણે ક્યાંક બહાર જઇએને ત્યારે મને પણ થાય કે તમે સારા કપડા પહેરતા હોય તો ! ”

પત્નિની વાત શાંતિથી સાંભળ્યા પછી એ ભાઇએ જવાબ આપ્યો, ” તમારી બંનેની વાત સાવ સાચી છે મારે ખરેખર કંઇક ઢંગના કપડા પહેરવા જોઇએ અને મને એવા કપડા પહેરવાની ઇચ્છા પણ થાય છે.” પત્નિએ તુંરંત કહ્યુ, ” તો પછી તમે કેમ સારા કપડા નથી લેતા? ” પતિએ હસતા હસતા કહ્યુ, ” જો હું સારા કપડા પહેરવામાં પૈસા ખર્ચી નાંખુ તો પછી આપણા ચિંટુની પર્સનાલીટીને અનુરુપ કપડા, બુટ, મોબાઇલ અને બાઇક એને કેવી રીતે લઇ આપુ ? ”

મિત્રો, આપણા માટે પોતાના મોજશોખને મારી નાંખનાર બાપની સાદાઇથી શરમાવાને બદલે ગૌરવ અનુભવજો. આપણને ચમકાવવા માટે એ બિચારો સાવ ઘસાઇ જાય છે.

 

એક માધ્વિસંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજીમહારાજે પૂછયું

એક માધ્વિસંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજીમહારાજે પૂછયું જે, “તમારા સંપ્રદાયના ગ્રંથને વિષે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે. અને વળી એમ કહ્યું છે જે, ‘મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી.” અને શિવમાર્ગી હોય તે એમ કહે છે, જે ‘મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો.” એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી; શા માટે જે, મહાપ્રલયમાં તો પૃથ્વી આદિક પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે ત્યારે વૃંદાવન ને કાશી તે કેમ રહેતાં હશે ? ને શાને આધારે રહેતાં હશે ? એવી જાતનો અતિશય મોટો સંશય થાય છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજે ભાગવતનું પુસ્તક મંગાવીને એકાદશસ્કંધમાંથી તથા દ્વાદશસ્કંધમાંથી ચાર પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાવ્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ ભાગવતનો તથા ગીતાનો મત જોતાં તો જેટલું પ્રકૃતિપુરૂષ થકી થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી. અને જો મહાપ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો. શા માટે જે, વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી અને બીજા તો જે જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેનાં જે વચન તે સર્વ આચાર્યનાં વચન કરતાં અતિપ્રમાણ છે. માટે વ્યાસજીના વચન તથા વેદની શ્રુતિએ કરીને જે, ‘વૃંદાવન મહાપ્રલયમાં નાશ નથી થતું” એવું જે પ્રમાણ તે કહી સંભળાવો, તો અમારો સંશય નિવૃત્ત થાય. અને જે જે આચાર્ય થયા તેમણે પદ્મપુરાણનાં વચને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે. તે તો પદ્મપુરાણમાં ક્ષેપક શ્લોક નાખી નાખીને સ્થાપન કર્યો છે તે પોતાના મતના હોય તે માને પણ બીજા કોઈ માને નહિ, માટે શ્રીમદ્ ભાગવત સરખા પ્રસિદ્ધ પુરાણનું વચન કહી સંભળાવો તો અમારે પ્રતીતિ આવે; શા માટે જે, વ્યાસજીએ વેદ, પુરાણ, ઈતિહાસ એ સર્વેનું સાર સાર ગ્રહણ કરીને શ્રીમદ્ ભાગવત કર્યું છે. માટે જેવું ભાગવત પ્રમાણ એવું બીજાં પુરાણ અતિશય પ્રમાણ નહિ. અને જેવી ભગવદગીતા પ્રમાણ તેવું સમગ્ર ભારત પ્રમાણ નહિ. માટે એવા બળવાન શાસ્ત્રનું વચન કહી સંભળાવો તો અમને હા પડે.

કેમ તારે કાંઇ લેવુ છે..??

એક ચાર વર્ષનો ભાઈ અને,એની છ વર્ષની બહેન બંને ભાઇ બહેન,બજાર મા ફરવા નીકળ્યા છે. નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે..બહેન આવે છે કે નહીં..!!રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે..ભાઈ નજીક આવી ને પૂછે છે..કેમ તારે કાંઇ લેવુ છે..??
બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વડીલ ની અદા થી બહેન ને એ ઢીંગલી હાથ મા આપી,બહેન ખુબ જ ખુશ થઇ કાઉન્ટર પર બેઠેલો વેપારી..આ ભાઈ બહેન ને બહાર થી જોતો હતો અને ભાઈ નામાસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતો હતો..!! કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો આ ઢીંગલી નુ શું છે..? જીવતર ને ઘોળીને પી ગયેલા એ વેપારી એ કહ્યું તમારી પાસે શું છે..? બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા પેલા વેપારીએ એજ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી..અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા.. બાળકે કહ્યું..કેમ ઓછા છે..? વેપારી કહે ના આમાંથી તો વધશે..!! વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં…!! પણ એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી..?? વેપારી એ કહ્યું ભાઈ આપણે મન આ છીપલા છે..એને મન તો એની સંપતિ છે..!! અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા..ત્યારે એ આ ઘટના એને યાદ આવશે અને એ પણ આવી જ રીતે કોઈની મદદ કરશે
અને આજ જો મે એને ઢીંગલી ના આપી હોત તો એ વિદ્રોહ ની આગ લઈ ને ઉઠત…કે
જલા દો ઈસે ફુંક ડાલો યે દુનિયા…!!
તુમ્હારી હૈ તુમ્હી..સંભાલો યે દુનિયા….!!!
(પરમ આદરણીય સાહેબ, શાહબુદ્દીન રાઠોડ ના વક્તવ્યોમાંથી…)

એક કોલેજીયન છોકરી

એક કોલેજીયન છોકરી એની બહેનપણીઓ સાથે પીકનીક પર જઇ રહી હતી. છોકરીના પિતાએ પીકનીક પર જઇ રહેલી દીકરીને કહ્યુ, ” બેટા, રાત્રે સમયસર પાછી આવી જજે.” છોકરીને પપ્પાની આ વાત સહેજ ખટકી એટલે એણે એના પપ્પાને કહ્યુ, ” પપ્પા, હું ક્યાંય પણ બહાર જાવ ત્યારે જાત-જાતની સુચનાઓ મને જ કેમ આપવામાં આવે છે ? ભાઇ જ્યારે બહાર જાય ત્યારે એને તો કોઇ સુચના આપવામાં નથી આવતી ! ”

પિતાએ દિકરીના માથા પર હાથ ફેરવીને કહ્યુ, ” બેટા, તારી મનોવેદના હું સમજુ છું, તું પણ મારી વેદનાને સમજવા માટેનો પ્રયાસ કર. ” પિતા દિકરીનો હાથ પકડીને શેરીમાં લાવ્યા. જીઇબી વાળાનું કંઇક કામ ચાલતું હતું એટલે લોખંડની ઘણી વસ્તુઓ ત્યાં કેટલાક દિવસથી પડી હતી. પિતાએ દિકરીને આ વસ્તુઓ બતાવીને કહ્યુ, ” બેટા, તને ખબર છે આ વસ્તુઓ ઘણા દિવસથી બહાર એમ જ પડી છે.” છોકરીએ તુરંત જ જવાબ આપ્યો, ” હા પપ્પા મને ખબર છે. ”

પિતાએ દિકરીને કહ્યુ, ” બેટા, આ જીઇબી વાળા લોખંડને એમ જ મુકીને જતા રહ્યા છે એના પર જો ખરોચ પડે તો ? ” દિકરીએ હસતા હસતા કહ્યુ, ” અરે પપ્પા, લોખંડ પર ખરોચ પડે તો એનાથી એના મૂલ્યમાં કોઇ મોટો ફેરફાર ન થઇ જાય.” પિતાએ કહ્યુ, ” બેટા, કોઇ ઝવેરી પાસે અત્યંત કિમતી હીરો હોય તો એ હીરાને આ લોખંડની જેમ રેઢો મુકી શકાય ? ” છોકરીએ ના પાડી એટલે પિતાએ એમ ન કરવાનું કારણ પુછ્યુ.

દિકરીએ જવાબ આપતા કહ્યુ, ” પપ્પા, હિરાના મૂલ્યને ધ્યાનમાં લઇને એની સલામતીની બધી જ વ્યવસ્થા કરવી જોઇએ. જો હીરામાં નાની ખરોચ આવે તો પણ એના મૂલ્યમાં બહુ મોટો ઘટાડો થાય. માટે લોખંડને રેઢુ મુકો એમ હીરાને રેઢો ન મુકી શકાય.”

પિતાએ દિકરીને વહાલ કરતા કહ્યુ, ” બેટા, તું મારો કિંમતી હીરો છે. તારા પર જરા સરખી પણ ખરોચ આવે તો તારુ અને આપણા પરિવારનું મૂલ્ય ઘટી જાય. બેટા હીરાની સલામતીની પુરી વ્યવસ્થા કરવાની હોય તો મારે મારા હીરાની સલામતીનો વિચાર નહી કરવાનો ? તારો ભાઇ લોખંડ છે એવું નથી પણ સમાજ દિકરી તરીકે તને તો હીરો જ સમજે છે.

મિત્રો, દિકરી એના બાપ અને પરિવાર માટે હીરા સમાન હોય છે અને એટલે જ બાપ અને પરિવાર દિકરીની સલામતીનો થોડો વધુ વિચાર કરે છે. સ્ત્રીસ્વાતંત્ર્ય બિલકૂલ ન છીનવાવુ જોઇએ પરંતું સ્વતંત્રતા , સ્વચ્છંદતા ન બની જાય એ જોવુ જોઇએ.

 

બા

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, ” ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. મોટાભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી….”
હજુ તો પતિ આગળ કંઇ બોલે એ પહેલા જ પત્નિએ વચ્ચેથી વાત કાપતા કહ્યુ, ” મોટાભાઇ કે ભાભી બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું ? ” પતિએ હળવેથી કહ્યુ, ” હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ સારુ ન લાગે. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? ”
પત્નિએ જરા ઉંચા અવાજે કહ્યુ, ” તમને બાની તકલીફનો વિચાર છે અને મારી તકલીફનો કોઇ વિચાર નથી આવતો ? બા આવશે એટલે મારુ કામ વધી જશે, મારી સ્વતંત્રતા છીનવાઇ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે એ બધુ મને ન પોસાય માટે મહેરબાની કરીને આજ પછી આવી વાત કરતા જ નહી. તમને બહુ એવુ લાગતું હોય તો બા પાસે આંટો મારી આવજો પણ બા મારા આ ઘરમાં ના જોઇએ.”
બીજા દિવસે પત્નિ કોઇ કામ માટે બહાર ગઇ એટલે પતિ બાને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી. પત્નિ જ્યારે બહારથી ઘરે આવી ત્યારે એમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહારના હોલમાં પડેલો જોયો. એમણે પતિને પુછ્યુ, ” આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો ? ” પતિએ દબાતા અવાજે કહ્યુ, ” મારાથી ન રહેવાયુ એટલે હું બાને તેડી લાવ્યો છું અને નીચેના રૂમમાં બાનો સામાન મુક્યો છે એટલે વધારાનો સામાન બહાર કાઢ્યો.”
પતિની વાત સાંભળતા જ પત્નિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ એમના પતિ પર રીતસરની તાડુકી ” મને તમારી મા આ ઘરમાં એક દિવસ પણ ન જોઇએ. મહેરબાની કરીને એમને પાછા મુકી આવો નહીતર હું મારા પિયર મારી બા પાસે ચાલી જઇશ.”
નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, ” બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઇ છું. જમાઇ એના બાને નહી તારી બાને લાવ્યા છે કારણકે એના ભાઇ-ભાભી નહી તારા ભાઇ-ભાભી તારી બાને હેરાન કરતા હતા.” પોતાની માનો અવાજ સાંભળીને પત્નિનો ગુસ્સો એક ક્ષણમાં અદ્રશ્ય થઇ ગયો. દોડતી રૂમમાં ગઇ અને દરવાજો ખોલ્યો. પોતાની માને નજર સામે જોતા જ રડતા રડતા એ એમની માને વળગી પડી.
પતિએ પત્નિ કહ્યુ, ” તું તારી માને આટલો પ્રેમ કરે છે તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઇ અધિકાર નથી ? ”
દરેક સ્ત્રી પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો એમના સાસુ સસરાને કરી શકે તો કોઇ દિકરા એના મા-બાપથી જુદા ન રહે. દિકરી તરીકે તમારા માતા-પિતાને તમારા ભાઇ અને ભાભી સાચવે એવું ઇચ્છો છો તો પછી વહુ તરીકે સાસુ-સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે ?

એક માધ્વિસંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો.

http://TheMonthlyPayouts.com/?ref=3759

એક માધ્વિસંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજીમહારાજે પૂછયું જે, “તમારા સંપ્રદાયના ગ્રંથને વિષે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે. અને વળી એમ કહ્યું છે જે, ‘મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી.” અને શિવમાર્ગી હોય તે એમ કહે છે, જે ‘મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો.” એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી; શા માટે જે, મહાપ્રલયમાં તો પૃથ્વી આદિક પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે ત્યારે વૃંદાવન ને કાશી તે કેમ રહેતાં હશે ? ને શાને આધારે રહેતાં હશે ? એવી જાતનો અતિશય મોટો સંશય થાય છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજે ભાગવતનું પુસ્તક મંગાવીને એકાદશસ્કંધમાંથી તથા દ્વાદશસ્કંધમાંથી ચાર પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાવ્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ ભાગવતનો તથા ગીતાનો મત જોતાં તો જેટલું પ્રકૃતિપુરૂષ થકી થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી. અને જો મહાપ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો. શા માટે જે, વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી અને બીજા તો જે જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેનાં જે વચન તે સર્વ આચાર્યનાં વચન કરતાં અતિપ્રમાણ છે. માટે વ્યાસજીના વચન તથા વેદની શ્રુતિએ કરીને જે, ‘વૃંદાવન મહાપ્રલયમાં નાશ નથી થતું” એવું જે પ્રમાણ તે કહી સંભળાવો, તો અમારો સંશય નિવૃત્ત થાય. અને જે જે આચાર્ય થયા તેમણે પદ્મપુરાણનાં વચને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે. તે તો પદ્મપુરાણમાં ક્ષેપક શ્લોક નાખી નાખીને સ્થાપન કર્યો છે તે પોતાના મતના હોય તે માને પણ બીજા કોઈ માને નહિ, માટે શ્રીમદ્ ભાગવત સરખા પ્રસિદ્ધ પુરાણનું વચન કહી સંભળાવો તો અમારે પ્રતીતિ આવે; શા માટે જે, વ્યાસજીએ વેદ, પુરાણ, ઈતિહાસ એ સર્વેનું સાર સાર ગ્રહણ કરીને શ્રીમદ્ ભાગવત કર્યું છે. માટે જેવું ભાગવત પ્રમાણ એવું બીજાં પુરાણ અતિશય પ્રમાણ નહિ. અને જેવી ભગવદગીતા પ્રમાણ તેવું સમગ્ર ભારત પ્રમાણ નહિ. માટે એવા બળવાન શાસ્ત્રનું વચન કહી સંભળાવો તો અમને હા પડે.

સફળ થવાની આ ચાવી જીવનમાં ઉતારવા જેવી છે, તમે પણ અનુસરો

સફળ થવાની આ ચાવી જીવનમાં ઉતારવા જેવી છે, તમે પણ અનુસરો

એક શિલ્પી હતો. તેની બનાવેલી મૂર્તિઓ દૂર દૂર સુધી વખણાતી હતી. તેણે તેના દીકરાને પણ આ કળા શીખવાડી. પુત્ર પણ તેના પિતાની જેમ જ મહેનતુ અને કલ્પનાશીલ હતો. તેથી તે ખૂબ જ ઝડપથી આ કળામાં પારંગત થઈ ગયો અને સુંદર મૂર્તિઓ બનાવવા લાગ્યો. જો કે પોતાના દીકરાની બનાવેલી મૂર્તિમાં કોઈને કોઈ ક્ષતિ કાઢતો હતો. આ રીતે કેટલાંય વર્ષો પસાર થયાં. લોકો તેના વખાણ કરતા હતા પણ તેના પિતાનો વ્યવહાર બદલાયો નહોતો. તેના કારણે પુત્ર દુ:ખી અને ચિંતિત રહેવા લાગ્યો. એક દિવસ તેને એક ઉપાય સૂઝ્યો.

તેણે એક આકર્ષક મૂર્તિ બનાવી અને તેના મિત્રના હાથે તે મૂર્તિ પોતાના પિતાને મોકલાવી. તેના પિતાને એમ લાગ્યું કે આ મૂર્તિ તેના પુત્રના મિત્રએ બનાવી છે તેથી તેમણે તેના ખૂબ જ વખાણ કર્યા, ત્યારે ત્યાં છુપાઈને બેઠેલો તેનો દીકરો બહાર આવ્યો અને ગર્વથી બોલ્યો કે આ મૂર્તિ તો મેં બનાવી છે. આખરે તમને આ મૂર્તિ પસંદ આવી જ ગઈ અને તમે તેમાં કોઈ ખોડ ન કાઢી શક્યા. પછી શિલ્પી બોલ્યો- બેટા મારી એક વાતની મનમાં ગાંઠ વાળી લે કે અહંકાર વ્યક્તિની સફળતાની રસ્તા બંધ કરી દે છે.

આજ સુધી હું તારી મૂર્તિઓમાં ખોડ કાઢતો રહ્યો તેથી તું આજે આવી સરસ મૂર્તિ બનાવામાં સફળ થયો. જો મેં તને પહેલી વખતે જ કહી દીધું હોત કે તું સરસ મૂર્તિ બનાવે છે તો તે બીજી મૂર્તિ બનાવવામાં ખાસ ધ્યાન ન આપ્યું હોત. આ સાંભળીને તેનો પુત્ર શરમાઈ ગયો. સાર એ છે કે કળાના ક્ષેત્રમાં પૂર્ણતાની કોઈ સ્થિતિ હોતી નથી. ઉત્તરોત્તર સુધારો કરવાથી જ શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે.